કહો છો પ્રેમ કરો છો બહુ

કહો છો પ્રેમ કરો છો બહુ,
પ્રેમ થી વાત કરો છો બહુ,
પ્રેમ થી જોવો છો મને બહુ,
કદાચ પ્રેમ કરો છો મને બહુ?

મળતા ગભરાવ છો બહુ,
કેવી ગેરરીતે પ્રેમ કરશો બહુ?
પ્રેમને સમજો તમે પહેલા,
ને પછી કહો પ્રેમ કરો છો બહુ

સપનામા આવો છો બહુ,
મળો ત્યારે દુર રહો છો બહુ,
નજરો થી તીર મારો છો બહુ,
ને કહો છો પ્રેમ કરો છો બહુ,

જમાનો જાલિમ છે બહુ,
તમે નાદાન છો બહુ ,
જમાનાથી ગભરાવ છો બહુ,
ક્યાંથી કરશો તમે પ્રેમ બહુ?

ગમો છો તમે મને બહુ,
પણ તડપાવો છો મને બહુ,
દિલમાં મારા આવીને તમે,
ભાગડાનો નાચ કરો છો બહુ,

આ રસ્તા કંટાળા છે બહુ,
પડતા પહેલા વિચારો બહુ,
પ્રેમ મા જો તમે પડૉતો
પ્રેમ મને કરો તમે બહુ બહુ

ભરત સુચક

નજર

નજર નજર થી તો થોડી તુ વાત કરી લે ,
હોઈ તારા દિલમાં તે મને નજર થી કહી દે
તારી નજરમાં એવું તે શું જોયું મારી નજરે,
કે મારી નજર શોધે હમેશા તારી નજર ને,
કોઇ રસ્તો નથી નજરો ને નજર થી મળ્યા,
સિવાય હુ ગુમ થયો છું નજર નજર મા,
હુ પડતો ગયો તારી નજર નજર મા અને,
તુ પિવડાવતી ગય પ્રીત નજર નજર થી,
ના રોકી શકે કોઇ રિવાજ દુનિયાભર નો,
આપણી નજર ને નજર થી મળતા,
વાદળ વાદળ થી મળે વીજળી થાય,
નજર નજર થી આપણી મળે અને પ્રેમ થાય,
કદાચ આજ હસે નજર નજર ની રીત અને,
કદાચ આજ હસે આ હસે પહેલા પ્રેમ ની રીત,
પ્રેમના કિસ્સા તો રોજ થાય છે આમજ શું
એમની પણ નજર થી નજર મળી હશે?
નજર નજર થી મળે, દિલ દિલ થી મલે,
પ્રેમ નો કિસ્સો ભલે બહુ આગળ વધે,
અદા ઓ આપની એવી કાંઈક કે જે મને હણે,
દિલ મારુ આપનું જ નામ રોજ ગણ ગણૅ,
જે આખો મા હતા સપના તે આખો મા તુ,
જે દિલ ખાલી હતું ત્યાં પણ આવી છે તુ,

ભરત સુચક

મૃત્યુ

ક્યા જાય છે? ક્યા જાય છે?

શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?

શ્વાસ બધ છે? હદય બધ છે?

શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?

મૃત્યુલોક મા મૃત્યુ સત્ય,

બાકી બધી માયા જુઠી

આત્મા તો બદલે શરીર,

ના કર તુ મૃત્યુ શોક,

મે જોયા છે એવા કેટલાક વીર

જે જીવે છે સદી યોથી

જેને મોત પણ ક્યા મારી શકે છે

આજે પણ અમર છે

જીવે સૌના દિલ મા….!!

ભરત સુચક

પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,

પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,

વરસે દરિયા પર નદીનો પ્રેમ,

વરસે મારા પર તારો આ પ્રેમ

ઝરમર ઝરમર વરસાદ વરસે

આ એક જ છત્રીને આપને બે,

છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,

પહેલો સ્પર્શ પહેલા વરસાદનો

પહેલો સ્પર્શ છે તારા હાથ નો

લાગ્યો કરન્ટ જાણે વીજળી નો

વિજલીતો આકાશ મા ચમકી,

તુ તો મારી બાહુ મા ચમકી,

ના કાય ભાન હવે બસ પ્રેમ,

પડ મારા પર વીજળીની જેમ,

વરસે ધરતી પર આભનો પ્રેમ,

ભલે પડે આ ધરા પર વીજળી,

પડવા ન દે પ્રેમ પર વીજળી,

વાદળોની જેમ તકરાર ન કર,

ભલે તોફાન આવે ગગનમાં,

ન આવવા દે તોફાન પ્રેમમાં,

નદીઓ છલકાય વરસાદમાં,

મારું દિલ છલકાય તારા પ્રેમમાં

ભરત સુચક

નઝર થી નઝર

નઝર થી આમ ન જોવો,અમને નઝર લાગૅ છૅ,

નઝર છે જામ નો પ્યાલો,અમને નઝર ચડૅ છે,

નઝર છે આપની ઍવી, મનને લાચાર ક્રરે છે,

નઝર ના તીર ચલાવી,તમે ધાયલ કરીર્યો છે,

નઝર મા આપની ડૂબીને,અમે હોસ ખોયા છે,

નઝર મા આપની જાદુ,દીલને દાવાનો કરે છે

નઝર ના નિદોષ ઇસારે દીલ પ્રેમમા પડૅ છે,

નઝર થી નઝર મલે તો ,દીલમા આગ લાગે છે,

નઝર થી નઝર ન મલે તો, દીલ બેચેન રહે છે,

નઝર નઝર મા ફસાઇ ગયો ભરત તડફડીયા મારે છે

ભરત સુચક

સ્વપ્નમાં સ્વપ્ન

સુહાની એક સાજ હતી,

હાથૉ માં તારો હાથ હતો,

આંમા બહુ વિચારો નહી,

આતો સ્વપ્નની રાત હતી,

સ્વપ્નંમાં તમે આવ્યા હતા

સ્વપ્ન તોડીને ચાલ્યા ગયા

દિલ આપ્યુ હતુ તમેને સ્વપ્નો માં,

દિલ તોડી નાખ્યુ તમે સ્વપ્ના માં,

તુ તો મારીજ છે આજે પણ કદાજ,

આતો સ્વપ્નમાં સ્વપ્ન તુટી ગયુ છે

ભરત સુચક

ગાયકુ

હાઈકુ માં શબ્દનું બંધન છે જે કહેવાનું છે એ બરાબર કહી સ કાતુ નથી અને કહો તો એની મજા બરાબર આવતી નથી.મને લખવામાં કોઇ બંધન પસંદ નથી કારણકે એના કરતા હુ ગુજરાતીમાં થોડા શબ્દોમાં હાઈકુ નુ બંધન છોડી ને હુ ગાયકુ લખુ છું. આ મારો નવો પ્રયોગ છે અને હુ ગાયકુ માટે એટલું કહીશ કે થોડા શબ્દો મા, શબ્દો ના આકડા ના બંધન વગર કહેવું,ટુક મા( શબ્દોના આકડા ના બંધન વગર નુ હાઈકુ)બીજી ભાષા નુ હાઈકુ મોટા દિલ વાલા ગુજરાતી સમાજ એ અપનાવ્યું છે તો મારુ ગાયકુ પણ તેમને ગમશે મારા ગાયકુ અહી મુકુ

બહ્માડં મા ફરતા ફરતા

નવ ગ્રહો

મારુ ભાગ્ય

નક્કી કરે

*****

માનવી ની દવા

સામે કુદરતે

આપ્યો

નવો રોગ

******

અન્યાયના પૈસા લઇને

રોજ જાય મદિરમા

પોતાના ગુના

ઓનો

હિસાબ કરવા

******

મહેનત થી હુ

મારુ

ભવિષ્ય લખુ

******

પૈસા થી વેચાય

નેતા

લોક્સભામાં

*****

જામીન નથી

પરવાનો છે

રોજ નવા

ગુના

કરવાનો

*****

ગયા જન્મોના

કંમૅ

આજ નુ

ભાગ્ય

*****

આજે રવિવારે

નહી મળૅ

ભગવાન

ભક્તોને

મદિરમા

*****

ગાડીમા લટક્તો હતો

વગર ટિકિટૅને

પહોચી ગયો

પ્રભુને ધામ

ભરત સુચક

ધર તમને ગમે છે ને?

દિલ મા તમે રહો છો,આ ધર તમને ગમે છે ને?

ઘરમા તમે છો એકલા,એકલા તમને ગમે છે ને?

નજર થી નજર મેળવીને,તડપાવશો તો નહી ને

નજરોથી દિલમા છો આવ્યા,જતાતો નહી રહોને?

દિલ પ્રેમ નો મહેલ છે,પ્રેમથી તો તમે રહેશો ને?

દિલને બહુ જ ગમો છો ,ગમતા તો તમે રહેશો ને?

પ્રેમથી તમને રાખુ છુ.આ પ્રેમ તમને ગમે છે ને?

અરમાન ઘણા છે,દિલના અરમાન પુરા કરશો ને?

ખુશ તમને બહુ રાખવા છે,શુ ખુશ તમે રહેશો ને?

દિલ આપ્યુ તમને રહેવા,તોડીતો નહી નાખશો ને?

મારા છો એટલે હુ કહુ છુ,મારા બનીને રહે શો ને?

ભરત સુચક

દિલ દઇ જાશે

દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દઇ જાશે

અદાઓ કરે છે મદહોશ અમને દિવસે પણ સપના દેખાડી જાશે

નજર ને રાખીતી દુર નજરોથી તોય કોઇ સપનામા આવી જાશે

દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમા પણ રહી જાશે

નજરો થી નજર મળી જાશે ને કોઇ અમને પણ દિલ દઇ જાશે

નથી મોહ સુદર ચહેરા નો કોઇ શ્યામ ચહેરો પણ ગમી જાશે

દિલમા આવીને કોઇક આમ અમારી નિદર પણ લઈ જાશે

માગણી પ્રેમની કરી છે મે કોઇ અમને પણ પ્રેમ કરી જાશે

કામણ કોઇક ના ગમી જાશે કોઇક દિલ અમારુ પણ લઇ જાશે

દિલની વાત જો કહી દઉ તો કોઇક અમને પણ હા કહી જાશે

નહોતી ખબર અમને કે આમ કોઇ અમારુ ચેન પણ લઇ જાશે

ખાધા છે ધોકા પ્રેમમા ઘણા કોઇ સાચો પ્રેમ અમને કરી જાશે

ભરત સુચક

મેહુલિયો

મેહુલિયા આજે તારુ રૂપ બહુ ખીલ્યુ છે ગગનમા

નીકળી હોઇ મેહુલિયા ના લગ્નની જાન ગગન માં,

આજે મુરતીયો જાણૅ ઘોડા પર આવ્યો ગગન માં,

ફ્ટાકડાઑની જેવો વાદળૉ કરે ગડગડાટ ગગનમા

વીજળી તો જાણૅ કોઇ ભાગડાનો નાચ કરે ગગનમા,

ધરતી ને આભંમા જાણૅ નાચગાન ની હરીફાઇ કરે

તારા સ્વાગતમા પણ નાચગાન થાય ધરા પર ,

મોર કળા કરે છે,બાળકો થી પણ કયા રહેવાય ,

તારા આગમનથી દરેક જગ્યા પર હરીયાલી છે

ભરત સુચક

રામ નામ સત્ય છે

રામ બોલો ભાઇ રામ…!! રામ બોલો ભાઇ રામ …!!

સૌ બોલે રામ ને હુ બોલ્યો ન રામ ક્યાથી બોલુ હુ રામ,

આખી જીદગી બોલ્યો ના રામ હવે ક્યાથી બોલુ હુ રામ,

જીદગી ગઇ પૈસા પૈસામાં ને મરણ પછી બોલુ હુ રામ?

રામ નામ સત્ય છે,ઍ સમજાણુ મને મારા મરણ પછી

ભરત સુચક

સમય

સમય ને તુ સમજ સમયનુ મૂલ્ય તુ જાણી લે

સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,

સમય ને આમ ન જવાદે સમયને સાચવી લે

સમયે તક જે મલી તેને સમયસર જડપી લે,

સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,

સમય જો સારો ન હોઇતો ધીરજ થી કામ લે,

સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,

સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

સમય ની વાત તુ ના કર,સમયથી કામતુ કર,

ભરત સુચક

હવા હવા

તારા વગર હુ ના જીવુ ચારે તરફ તું જ તું,

મારી આસપાસ અને શ્વાસોશ્વાસમાં તુ જ તુ,

તુ ફરે છે જ્યા ત્યા તો મારી પ્રીતી પાસે જા,

તેને સ્પર્શ કરેજે પ્રેમથી તેના લાવ ખબર તુ,

તેના સ્પર્શનો આનંદ લાવ મારા શ્વાસોશ્વાસમાં

હવા હવા.. ઓ હવા..!! ઓ હવા..!!

ભરત સુચક

જ્ન્મકુડલી

ગ્રહો ની તો વાત નિરાલી,

બ્રહ્માડંમા ફરે કારણ વગર,

કોઇ ગ્રહ્ નડૅ છે કોઇ વેર વગર,

કોઇ બળ આપે કોઇ સ્નેહ વગર,

કોઇ સીધો ચાલે કોઇ ચાલે તેડૉ ,

કોઇ બેસે ત્યા શુભ,કોઇબેસે ત્યા ભારી,

કોઇ ની દ્રુષ્ટિ શુભ,કોઇ ની દ્રુષ્ટિ ભારી,

જ્ન્મ સમયે બ્રહ્માન્ડ નો નકશો

ગ્રહો ની સ્થિતી ઍજ જ્ન્મકુડલી

ભરત સુચક

સાક્ષરતા

સાક્ષરતા તો જુઓ,

લોકો ત્યાજ થૂંકે છે,

જ્યા લખ્યુ હોય છે

……….Don’ t spit

ભરત સુચક

અરિસો

કોઇને તુ ડૉસો કહીને ચીડવે તુ અભિમાન ના કર

પ્રભુ એ સૌને બનાવ્યા છે એની લીલા પર ના હસ

સત્ય ને તુ સમજ તને તારો અસલી ચહેરો દેખાડુ

તુ મારી સામે જો તને હુ તારુ પ્રતિબિબ દેખાડુ

હુ અરિસો છુ! હુ અરિસો છુ!! જુઠુ કદીય ન બોલુ હુ

ભરત સુચક

રાહુ

પ્રેમ તો પ્રેમ બહુ કરુ તને

કદાજ મારી જાન થી પણ વધારે

પણ લગ્ન ની વાત તુ ના કર

મારા પપ્પા ના પાડૅ છે

આ સાભળી હુ દોડ્યો જ્ન્મકુડલી લઇ જ્યોતિષી પાસે

જ્યોતિષી એ કહ્યુ હતું કે………

પ્રેમલગ્ન નથી તારા નસીબમાં

તને રાહુ નડૅ છે

કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હશે???????????

ભરત સુચક

સુખ અને દુખ

હુ કોણ છુ? શુ મારો પરીચય ?

હુ આત્મા છુ કદાજ

જન્મો થી શરીર અને નામ બદલુ છુ.

હુ મન છુ કદાજ

ચચળ છુ વિચારો મા ભૂટકુ છુ

ના હુ કોઇના કાબુમા રહુ.

કોઇ ને દુખ હુ આપુ કોઇ ને સુખ હુ આપુ

જેમ જેમ જે વિચારે તેને હુ આપુ સુખ અને દુખ

હુ આત્મા બનીને જો મનને કાબુ મા રાખુ તો

તો જીદગીં મા ક્યા છે સુખ અને દુખ

ભરત સુચક

વરસાદ

આવરે વરસાદ …આવરે વરસાદ

જરા જોરથી વરસ,મુસળાધાર વરસ.

ગાજ વિજ સાથ વરસ,અંધરાધાર વરસ.

તારા આગમન ની તો તૈયારી પુરી થઇ છે

તને જોઇને ગરમીતો ખુબ દુર ભાગી ગઇ છે

મોર કળા ક્રરે,દડકો ડ્રાવ ડ્રાવ ક્ર્રે

બાળકો ખુસીથી જોરથી ચીચીયારી પાડૅ છે

તારા આગમનથી તો ધરામાં હરીયાલી થઇ છે

ભરત સુચક

રુપની રાણી

રુપ છે આપ નું રુપ આજે કાઇ બહું ખીલ્યુ છે.

જુલ્ફો ને ખુલી રાખીને,નજરને નીચી રાખી ને

જુલ્ફો ચહેરા પર નાખો,પુનમ અમાસ થઇ જશે

લટ કપાળ પર પડૅ જેમ પહાડ પર ઝ્રરણુ પડૅ

નજરને ધીરે ઉઠાવો રાતની સવાર થઇ જશે

હોઠ તો છે આપ ના ગુલાબ ની પાખડી જેવા

અદાતો આપની ગૌરી સૌથી અનોખી અદા છે

આપ ની ચાલતો ચાલ છે હરણ જેવી

તુ છે રુપની રાણી..!!તુ છે રુપની રાણી

ભરત સુચક