કહો છો પ્રેમ કરો છો બહુ

કહો છો પ્રેમ કરો છો બહુ,
પ્રેમ થી વાત કરો છો બહુ,
પ્રેમ થી જોવો છો મને બહુ,
કદાચ પ્રેમ કરો છો મને બહુ?

મળતા ગભરાવ છો બહુ,
કેવી ગેરરીતે પ્રેમ કરશો બહુ?
પ્રેમને સમજો તમે પહેલા,
ને પછી કહો પ્રેમ કરો છો બહુ

સપનામા આવો છો બહુ,
મળો ત્યારે દુર રહો છો બહુ,
નજરો થી તીર મારો છો બહુ,
ને કહો છો પ્રેમ કરો છો બહુ,

જમાનો જાલિમ છે બહુ,
તમે નાદાન છો બહુ ,
જમાનાથી ગભરાવ છો બહુ,
ક્યાંથી કરશો તમે પ્રેમ બહુ?

ગમો છો તમે મને બહુ,
પણ તડપાવો છો મને બહુ,
દિલમાં મારા આવીને તમે,
ભાગડાનો નાચ કરો છો બહુ,

આ રસ્તા કંટાળા છે બહુ,
પડતા પહેલા વિચારો બહુ,
પ્રેમ મા જો તમે પડૉતો
પ્રેમ મને કરો તમે બહુ બહુ

ભરત સુચક

નજર

નજર નજર થી તો થોડી તુ વાત કરી લે ,
હોઈ તારા દિલમાં તે મને નજર થી કહી દે
તારી નજરમાં એવું તે શું જોયું મારી નજરે,
કે મારી નજર શોધે હમેશા તારી નજર ને,
કોઇ રસ્તો નથી નજરો ને નજર થી મળ્યા,
સિવાય હુ ગુમ થયો છું નજર નજર મા,
હુ પડતો ગયો તારી નજર નજર મા અને,
તુ પિવડાવતી ગય પ્રીત નજર નજર થી,
ના રોકી શકે કોઇ રિવાજ દુનિયાભર નો,
આપણી નજર ને નજર થી મળતા,
વાદળ વાદળ થી મળે વીજળી થાય,
નજર નજર થી આપણી મળે અને પ્રેમ થાય,
કદાચ આજ હસે નજર નજર ની રીત અને,
કદાચ આજ હસે આ હસે પહેલા પ્રેમ ની રીત,
પ્રેમના કિસ્સા તો રોજ થાય છે આમજ શું
એમની પણ નજર થી નજર મળી હશે?
નજર નજર થી મળે, દિલ દિલ થી મલે,
પ્રેમ નો કિસ્સો ભલે બહુ આગળ વધે,
અદા ઓ આપની એવી કાંઈક કે જે મને હણે,
દિલ મારુ આપનું જ નામ રોજ ગણ ગણૅ,
જે આખો મા હતા સપના તે આખો મા તુ,
જે દિલ ખાલી હતું ત્યાં પણ આવી છે તુ,

ભરત સુચક

મૃત્યુ

ક્યા જાય છે? ક્યા જાય છે?

શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?

શ્વાસ બધ છે? હદય બધ છે?

શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?

મૃત્યુલોક મા મૃત્યુ સત્ય,

બાકી બધી માયા જુઠી

આત્મા તો બદલે શરીર,

ના કર તુ મૃત્યુ શોક,

મે જોયા છે એવા કેટલાક વીર

જે જીવે છે સદી યોથી

જેને મોત પણ ક્યા મારી શકે છે

આજે પણ અમર છે

જીવે સૌના દિલ મા….!!

ભરત સુચક