ચહેરો

નજર છે આપની નજર નથી ઍ જામનો પ્યાલો

નજરમા આપની નંશો સરાબ થી લાખ ગુણૉ છે

ચહેરો છે આપનો ચહેરો નથી ઍ ચાદ જેવો

ચાદમાં તો ડાઘ છે હુ ડાઘવાલો નહી કહુ હુ.

ચહેરો છે આપનો કોઈ સ્વપ્નાની સુંદરી જેવો.

ધરતીકંપની જેમ તે દીલને હચમચાવી નાખે.

ભરત સુચક

રસ્તો તારા દિલ સુધી નો.

રસ્તો છે તેડૉમેડૉ તારા ઘર સુધી નો.

એથી વિકટ રસ્તો તારા દિલ સુધી નો.

નઝરોથી રસ્તો હતો કદાજ દિલ સુધી નો.

હતો રસ્તો ઘણૉ traficવાલો તારા દિલ સુધી નો

ઘરેતો હેમખેમ પહોચી જવાસે કદાજ

નથી આસાન રસ્તો તારા દિલ સુધી નો.ભરત સુચક

વાહનસુખ

મારા હાથની હથેળીની રેખાઓ ને જોઇને…

એક જ્યોતીષી એ કહ્યુ કે………..

વાહનસુખ નથી …… તારી હથેળી માં..

અને મે બ્લેડ થી રેખા દોરી મારી હથેળી માં..

અને આજે બે વાહન છે મારા ગેરેજ માં..!!

ભરત સુચક

બેવફા ને પ્રેમ

વાત કરે છે ઘણા પ્રેમ ની પણ કોઇ મજનુ બનતુ નથી,

હુ બની સુકુ છુ પ્રેમ મા મજનુ ,જો તે સારી લેલા બને,

પણ તે બેવફા ને

મે કર્યો તેને ખુબ પ્રેમ ,જે સમજે રમત પ્રેમને,

ના વાત કરતુ તુ હવે પ્રેમ ની,તેના બહેરા કાનમા,

ના નઝર થી નઝર મીલાવ,ના જો પ્રેમ થી,

જેને કદર નથી પ્રેમ ની,જે સમજે રમત પ્રેમને,

ના જો પ્રેમ નો જવાબ પ્રેમ મલે,તો સુ કરેછે પ્રેમ પ્રેમ?,

તો માર તેના પ્રેમ ને ગોલી,કર તેના પ્રેમ ની હોલી,

હસે કદાઝ આ દુનિયા માપ્રેમ,પણ તકદીર મા નથી પ્રેમ,

અફ્સોસ છે કે

ના તે લાયક હતી પ્રેમને પામવાની,

પણ તે વાત મારી જાણા બહાર હતી,

માર તુ થોકર તેના પ્રેમ ને,

ના પ્રેમ કર ભરત તુ એમને,

ભરત સુચક

જન્મદિવસ

જનની ઍ જ્ન્મ આપ્યા પછી આવ્યા ઘણા આ જન્મદિવસ

જન્મો જન્મ ના પુણ્ય પછી આ દેહને મલ્યો છે મનુષ્ય્ જનમ

લોકોતો બહુ ઉજવે છે ધામધુમ થી પોતાનો આ જન્મદિવસ,

મૃત્યુલોક મા મૃત્યુ સત્ય, જન્મોજન્મની છે માયા છે જુઠી

વરસ ઓછુ થયુ આ જન્મનુ,હુ કેમ ઉજવુ મારો જ્ન્મ દિવસ

બાકી બહુ ઓછા બચ્યા છે આ જ્ન્મના જન્મદિવસ

ભરત સુચક

વિચારો

ધોમ ધખતા તડકામા હું ઉભો છુ

વૃક્ષ બની

ફળ ને ફુલ આપ્યા

છાયડૉ આપ્યો

ને મારી જાત આપી

તોય તે મારી ગરદન કાપી.

ભરત સુચક

પ્રેમમા


ઝનુને પ્રેમમા કઇ કહેવાય ગયુ

જાહેર મા I LOVE YOU કહેવાય ગયુ

તુ ટૉકસે એવો હતો ડર પણ,

તારાથી પણ I LOVE YOU કહેવાય ગયુ

આજકાલ હુ ચાલતો નથી જમીન પર

સુ તમે જોયો મને આકાસ મા?

હાથમા જો હાથ હોય તારો

સ્વર્ગ ની છે ક્યા જરુર !!!!!!!!!!!!!!

હુ ઉડૂ જને આકાસ મા?

ભરત સુચક

તારા વગર

આજકલ લાસ ફરે છે મારી,અને જીવ છે તારા મા,

હોઠ હસે છે મારા,પણ ખુશીતોતે સોધે છે તારા મા,

ઉઘમા પણ હસે છે સ્વપ્ન જોઈ એ તારા,

જો તુ નદી તો હુ સમુદ્ર રાહ જોવ છુ તારી,

લાસ પણ શ્વાસ લે ગુમસુમ,વિશ્રામ નથી ,તારા વગર,

જેમ આત્મા ભુત બનીને ભટકે,ચેન વગર,આરામ વગર,

એમ ભરત લાસ બનીને ભટકે,ચેન વગર, તારા વગર

શુ જિન્દગી?,શુ ખુશી ?શુ પ્રેમ્?તારા વગર,તારા વગર,

ભરત સુચક

બા

બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,

બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,

બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,

તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!

બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,

મારા બચપન મા બા

તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,

તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,

તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,

તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,

તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,

તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,

તારા બુઢાપા મા બા

તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,

તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,

બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,

બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,

તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,

મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,

બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,

બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,

-ભરત સુચક

ગાયકુ

હાઈકુ માં શબ્દનું બંધન છે જે કહેવાનું છે એ બરાબર કહી સ કાતુ નથી અને કહો તો એની મજા બરાબર આવતી નથી.મને લખવામાં કોઇ બંધન પસંદ નથી કારણકે એના કરતા હુ ગુજરાતીમાં થોડા શબ્દોમાં હાઈકુ નુ બંધન છોડી ને હુ ગાયકુ લખુ છું. આ મારો નવો પ્રયોગ છે અને હુ ગાયકુ માટે એટલું કહીશ કે થોડા શબ્દો મા, શબ્દો ના આકડા ના બંધન વગર કહેવું,ટુક મા( શબ્દોના આકડા ના બંધન વગર નુ હાઈકુ)બીજી ભાષા નુ હાઈકુ મોટા દિલ વાલા ગુજરાતી સમાજ એ અપનાવ્યું છે તો મારુ ગાયકુ પણ તેમને ગમશે મારા ગાયકુ અહી મુકુ

જુતા તો

સાવ મફત મલે

જ્યારથી નેતા બન્યો છુ

ભરત સુચક

સપનામા મુલાકાત

એક મુલાકાત થઈ હોત કદાજ,

નઝર ચાર થઈ હોત કદાજ,

તકદીરે સાથ આપ્યો હોત કદાજ,

તો આપણૅ સાથે હોત કદાજ,

નોહતી કરવી મુલાકાત,સપનામા આવી કેમ કહી ગયા.

-ભરત સુચક

તોફાની વરસાદ

તોફાની વરસાદ
(આ કવિતા ૨૬ મી જુલાઇ ના દિવસે મુબઇ બહુ વરસાદ પડ્યો હતો તેની યાદમા લખી છે.તે દિવસ પછી મુબઇ ના લોકો વરસાદ થી જાણે ઘભરાઇ ગયા હતા.અને આજે પણ લોકો તે દિવસ ને યાદ કરીને ગભરાઇ છે મને તો વરસાદ બહુ ગમે છે.અને હુ તોવરસાદનીં મોસમમા બે ત્રણ વાર તો બહુ પલળ્રુ છુ કદાજ હજી પણ તમને બે ત્રણ મારી વરસાદ ની કવિતા વાચવા મળસે)

તોફાની તોફાની વરસાદ

ધમ ધડાક ધમ ધમ વરસે

ને વાદળૉ નો થાય ગડગડાટ,

વીજળીની તો તડાફડી આગજરતી,

ને વરસે તોફાની તોફાની વરસાદ,

ક્ષણમાં થઇ રેલમ છેલમ પાણીની,

ગાડી બની છે નદી મીઠી,

ને ગાડા બન્યા છે તેના પાણી,

ને ગાડૉ આ તોફાની વરસાદ

કદાજ સાગર ઘેરી લેસે ધરતી,

બધી જ જગ્યા પાણી પાણી,

લોકો મા થઇ ગયો છે ઘભરાટ,

ડરાવે આ તોફાની તોફાની વરસાદ.

ભરત સુચક

દિલ નો દરબાર

તારુ રૂપ જોઇને ગૌરી એ ચાંદ બહુ જલે છે

ગુસ્સો કરીને ગૌરી એ ચહેરો કાળૉ કરે છે,

ભમરો બાગ બાગ ફરે,દરેક ક્ળી ને જુવે,

રૂપ જોઇ ને તારૂ તારી આસપાસ ફરે છે,

રૂપ થી બહુ ડરુ છુ હુસ્ન થી પણ દુર રહું છું

આંખો થી રોકુ છું સૌને મારા દિલંમાં આવતા

તારી વાત ને તારુ રૂપ બહુ અલગ છે,

તારુ રૂપ જોઇ ગૌરી મન ક્યા રહે હાથંમાં,

પ્રેમથી વાત કરો છો પ્રેમ થી રાખો છો

પ્રેમમા પડવુ નથી,તોય તમે પાડૉ છો,

આંખો આંખોથી તમે આવ્યા છો મારી આંખોંમાં,

આંખોંમાં આવીને તમે છબી મુકીમારી આંખોંમાં,

બધ આંખોં માં તમે દેખાવો છો,

દિવસે આવો છો મારા સપનો માં,

આખો આખોથી વાત કરીલો હવે,

થોડી પ્રણયની શરૂઆત કરી લો,

આ દિલંમાં આવતા આવી જવાશે,

પણ બહાર જવાના નથી કોઇ રસ્તા

આ દરબાર છે મારા દિલ નો તેમા,

તમે આવ્યાછો, સ્વાગત છે તમારુ.

ભરત સુચક

રૂપિયા

તને મેળવવા માટૅ

કેટલા કાવાદાવા,અસત્ય,બેઇમાની,

દોસ્તો ને પણ દુશ્મન બનાવ્યા હતા,

અને તને જમા કરતો જ ગયો,

મારા કબાટમાં,

અને છેલ્લે તને છોડી ને હે રૂપિયા,

ખાલી હાથે જવુ પડ્યુ હતુ

વિચારૂ છુ આ બધુ,

સુતા સુતા મારી કબર માં,

ભરત સુચક