ગાયકુ

હાઈકુ માં શબ્દનું બંધન છે જે કહેવાનું છે એ બરાબર કહી સ કાતુ નથી અને કહો તો એની મજા બરાબર આવતી નથી.મને લખવામાં કોઇ બંધન પસંદ નથી કારણકે એના કરતા હુ ગુજરાતીમાં થોડા શબ્દોમાં હાઈકુ નુ બંધન છોડી ને હુ ગાયકુ લખુ છું. આ મારો નવો પ્રયોગ છે અને હુ ગાયકુ માટે એટલું કહીશ કે થોડા શબ્દો મા, શબ્દો ના આકડા ના બંધન વગર કહેવું,ટુક મા( શબ્દોના આકડા ના બંધન વગર નુ હાઈકુ)બીજી ભાષા નુ હાઈકુ મોટા દિલ વાલા ગુજરાતી સમાજ એ અપનાવ્યું છે તો મારુ ગાયકુ પણ તેમને ગમશે મારા ગાયકુ અહી મુકુ

બહ્માડં મા ફરતા ફરતા

નવ ગ્રહો

મારુ ભાગ્ય

નક્કી કરે

*****

માનવી ની દવા

સામે કુદરતે

આપ્યો

નવો રોગ

******

અન્યાયના પૈસા લઇને

રોજ જાય મદિરમા

પોતાના ગુના

ઓનો

હિસાબ કરવા

******

મહેનત થી હુ

મારુ

ભવિષ્ય લખુ

******

પૈસા થી વેચાય

નેતા

લોક્સભામાં

*****

જામીન નથી

પરવાનો છે

રોજ નવા

ગુના

કરવાનો

*****

ગયા જન્મોના

કંમૅ

આજ નુ

ભાગ્ય

*****

આજે રવિવારે

નહી મળૅ

ભગવાન

ભક્તોને

મદિરમા

*****

ગાડીમા લટક્તો હતો

વગર ટિકિટૅને

પહોચી ગયો

પ્રભુને ધામ

ભરત સુચક

3 Responses

  1. ગયા જન્મોના

    કંમૅ

    આજ નુ

    ભાગ્ય

    wow very nice……

  2. આપનાં બધા ગાયકુ ગમ્યાં. ખાસ તો આ…
    અન્યાયના પૈસા લઇને
    રોજ જાય મદિરમા
    પોતાના ગુનાઓનો
    હિસાબ કરવા

Leave a comment